અમદાવાદનો વિચિત્ર કિસ્સો, પત્નીએ પાડોશી મહિલાને કહ્યું – ‘તને મેં મારા પતિ સાથે શારિરીક સંબંધ રાખવા કહ્યું તો કેમ નથી રાખતી’

0
3013

અમદાવાદ શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેના વિષે જાણીને લોકો ચકિત થઈ રહ્યા છે. અત્યાર સુધી એવા કેસ સામે આવ્યા છે, જેમાં કોઈ પરિણીત પુરુષનું દિલ પાડોશી મહિલા પર આવી જતા તે પોતાની પત્નીની જાણ બહાર તે મહિલા સાથે સંબંધ રાખવા પ્રયત્ન કરે છે. પણ આ કિસ્સામાં તો તે વ્યક્તિની પત્ની પોતે પાડોશી મહિલાને પોતાના પતિ સાથે સંબંધ રાખવા દબાણ કરી રહી હતી, અને તેવું ન કરવા પર તેને ખતરનાક ધમકી પણ આપી હતી.

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, હાલમાં જ અમદાવાદના ઈસનપુરમાં એક મહિલા પર એસિડ એટેકનો પ્રયાસ થયો છે. અને તેવું કરનાર કોઈ બીજું નહિ પણ તેમની પાડોશમાં રહેતા વ્યક્તિની પત્ની જ હતી. અમદાવાદની 38 વર્ષીય મહિલા પર જબરજસ્તી સંબંધ રાખવાના દબાણ સાથે એસિડ એટેકનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે મહિલાએ ફરિયાદ નોંધાવતા ઈસનપુર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ ઘટનામાં ઈસનપુર વિસ્તારમાં રહેતા એક પતિ-પત્નીએ પોતાની પાડોશમાં રહેતી એક મહિલાને શારીરિક સંબંધ રાખવા દબાણ કર્યું હતું. પણ તે મહિલાએ તેમને ચોખ્ખી ના પાડી દેતા તેમણે તેના પર એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો. તે દંપતીએ ભેગા મળીને તે મહિલાને શારિરીક સંબંધ રાખવા દબાણ કર્યું અને ધમકી પણ આપી દીધી હતી.

પોલીસ ફરિયાદ પરથી જાણવા મળી રહ્યું છે કે, 38 વર્ષની એક મહિલા પોતાના પતિ સાથે છૂટાછેડા થયા પછી પોતાના પુત્ર સાથે એકલી રહે છે. તેમની પાડોશમાં રહેતા દંપતી સાથે તે મહિલાના એક પાડોશી તરીકે સારા સંબંધો હતા. પણ તે દંપતીમાંથી પતિએ આ એકલી રહેતી મહિલા પર પોતાની નજર બગાડી હતી. તે તેની સાથે શારીરિક સંબંધ રાખવા માંગતો હતો.

અને ચોંકાવનારી વાત એ છે તેની પત્ની પણ તે મહિલાને પોતાના પતિ સાથે શારીરિક સંબંધ રાખવા દબાણ કરી રહી હતી. એવામાં થોડા દિવસ પહેલા તે પત્નીએ પાડોશમાં એકલી રહેતી મહિલાના ઘરે જઈને ‘તું મારા પતિ સાથે કેમ સંબંધ નથી રાખતી? જો સંબંધ નહિ રાખે તો એસિડ ફેંકી ચહેરો બગાડી દઈશ.’ તેવી ખતરનાક ધમકી આપી તેની સાથે ગાળાગાળી કરી હતી.

એટલું જ નહિ તેના પતિએ પણ તેને પોતાની સાથે સંબંધ રાખવા કહ્યું હતું. તેણે પાડોશી મહિલાને ‘અમે ઉંચી પહોંચ ધરાવીએ છીએ અને સંબંધ નહિ રાખે તો જાનથી મારી નાખીશું’ એવી ધમકી પણ આપી હતી.

ત્યારબાદ ધુળેટીના દિવસે જયારે ફ્લેટના લોકો પાર્કિંગમાં ધૂળેટી રમી રહ્યા હતા, ત્યારે પત્ની હાથમાં એસિડની બોટલ લઈને પાડોશમાં રહેતી મહિલા પાસે ગઈ હતી. તેણીએ પોતાની પાડોશી મહિલાને ‘તને મેં મારા પતિ સાથે શારિરીક સંબંધ રાખવા કહ્યું, તો કેમ નથી રાખ્યા?’ એવું કહીને તેની પર એસિડ ફેકવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા તેનાથી બચીને ત્યાંથી ભાગીને પોતાના ઘરમાં જતી રહી હતી. એ પછી મહિલાએ બંને પતિ-પત્ની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.