વાપીમાં ગંદા ઈશારા કરી યુવતીની છેડતી કરવામાં આવી, યુવકે કહ્યું ‘ક્યાં ફિગર લગતા હે ચલ મેરે સાથ….’

0
493

આખા દેશમાં સ્ત્રીઓ સાથે બનતી છેડતી, યૌન શોષણ તેમજ દુષ્કર્મ જેવી ઘટનાઓ બંધ થવાનું નામ જ નથી લઈ રહી છે. પુરુષોના મગજ એ હદે વિકૃત થઈ ગયા છે કે, ન પૂછો વાત. સ્ત્રીઓ માટે દરેક જગ્યા અસુરક્ષિત બની ગઈ છે. ફિલ્મો અને અશ્લીલ વિડીયોને કારણે આવા બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ જોતા તેવું જણાઈ રહ્યું છે કે, લોકોને કાયદા-કાનૂનનો ભય ન રહ્યો નથી.

હાલમાં વાપીના છિરી ગામમાંથી એક એવી જ શરમજનક ઘટના સામે આવી છે. અહીં સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થિનીને ગંદા ઈશારા કરી તેની છેડતી કરવામાં આવી છે. છેડતી થયા બાદ યુવતીએ તે સમગ્ર ઘટનાની આપવીતી પોતાની માતાને જણાવી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીની છેડતી કરતા યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસમાં છેડતી બાદ તે યુવતીની માતાને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, વાપીના છિરી ગામના એક એપાર્ટમેન્ટમાં રહેતી એક યુવતીની તેના પાડોશી યુવકે છેડતી કરી હતી. આ કારણે તેની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેનાથી ગુસ્સે થયેલા યુવકે તે યુવતીની માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પીડિત યુવતીએ આરોપ લગાવ્યો છે કે, છેલ્લા એક અઠવાડિયાથી તે યુવક તેણીની છેડતી કરીને તેણીને ગંદા ઈશારા કરતો હતો.

તસ્થાનિક સ્કૂલમાં ભણતી તે યુવતીને જોઈને આરોપી યુવક ‘ક્યાં ફિગર લગતા હે, ચલ મેરે સાથ આજા’ એવું કહી ગંદી કોમેન્ટ પણ પાસ કરતો હતો. સતત પજવણીથી કંટાળી જઈને યુવતીએ તેની માતાને પોતાની આપવીતી જણાવી હતી, એ પછી તેની માતાએ ડુંગરા પોલીસ સ્ટેશનમાં છેડતી કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.