વલસાડમાં એક યુવકને પોતાની મંગેતર પર હતી શંકા, મળવા બોલાવી અને પછી મોઢું દબાવીને….

0
217

શંકા અત્યંત ખતરનાક વસ્તુ છે. એકવાર કોઈના મનમાં શંકા ઘર કરી ગઈ તો પછી તેને બહાર કાઢવી અત્યંત મુશ્કેલ થઈ જાય છે. અને શંકાને કારણે ન જાણે કેટલાય ઘર ભાંગ્યા છે અને કેટલાય લોકોના જીવ પણ ગયા છે. આપણા વડીલો પણ આપણને મનમાં શંકાને પ્રવેશવા ન દેવાનું જણાવે છે. હાલમાં જ એનું એક જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. આવો તમને એના વિષે જણાવીએ.

આ ઘટના છે ગુજરાતના વલસાડ જિલ્લાની. અહીં કપરાડા તાલુકામાં દિનબારી નામનું ગામ આવેલું છે, જ્યાં બીજા ગામના એક યુવકે શંકાને કારણે પોતાની મંગેતરની હત્યા કરી દીધી છે. એ યુવકે લગ્ન જીવન શરૂ થતા પહેલાં જ પોતાની સાથે લગ્ન કરનાર યુવતીની હત્યા કરી દીધી છે. યુવતીના પરિવારજનોને પોતાની દીકરીની લાશ મળ્યા બાદ, તેમણે તેની સગાઈ જેની સાથે થઈ હતી તે યુવક પર જ તેની હત્યાનો આરોપ લગાવ્યો હતો. આથી પોલીસે તેની ધરપકડ કરી હતી. એ પછી આરોપી યુવકે પોતાનો ગુનો કબૂલી લેતાં પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી હતી.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, આરોપી યુવકનું નામ દિપક વાઘમારે છે. તે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિરશેત્ર ગામમાં રહે છે. 17 વર્ષની એક યુવતીનાં દિપક સાથે લગ્ન નક્કી થયા હતા. અને બંનેનાં પરિવારજનોએ એમની સગાઈ પણ કરાવી દીધી હતી. એમની સગાઈ થયાને 5 મહિના જ થયા હતા કે, એવામાં એ યુવકને તેની મંગેતર પર શંકા ગઈ હતી કે, તેનું કોઈ અન્ય યુવક સાથે અફેયર છે. અને આ શંકાને લીધે તેણે યુવતીની હત્યા કરી દીધી.

હત્યાને અંજામ આપવા માટે દિપકે પહેલા પોતાની મંગેતરને દિનબારી ગામમાં મળવા માટે બોલાવી હતી. એ પછી તક જોઈને તેણે તેનું મોઢું દબાવીને ગામના કુવામાં ફેંકી દીધી, અને ત્યાંથી જતો રહ્યો. બીજી તરફ યુવતી ઘરે ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આખી રાત તપાસ કર્યા પછી બીજા દિવસે તેમને તેની લાશ કુંવામાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં તરત જ કપરાડા પોલીસ ઘટના સ્થળ પર આવી હતી.

પોલીસે પૂછપરછ ચાલુ કરી અને ગામ લોકોનાં જવાબ લીધા પછી, મૃતક યુવતી સાથે જેના લગ્ન થવાના હતા એ યુવક દિપક વાઘમારેને પકડીને તેની સાથે કડક પૂછપરછ કરી હતી. એ પછી યુવકે પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને પોલીસને આખી ઘટના વિષે જણાવ્યું હતું. પોલીસ તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.