પેટ ભરવા માટે ભીખ માંગી રહ્યો હતો વ્યક્તિ, તો મહિલાએ એને રાખી લીધો નોકરી પર, પણ 2 અઠવાડિયા પછી…

0
57971

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો માણસ માટે સૌથી અગત્યનું અને સૌથી જરૂરી કામ છે પોતાનું પેટ ભરવું. એના માટે વ્યક્તિ કંઈ પણ કરવાં તૈયાર થઈ જાય છે. એના માટે અમુક વ્યક્તિ ખોટા રસ્તે પણ ચડી જતા હોય છે. અને એજ પેટની ભૂખ ખોટા રસ્તે ચડી ગયેલા લોકોને ફરી સારા રસ્તે પણ લાવી શકે છે. આવો તમને એવી જ એક સ્ટોરી વિષે જણાવીએ.

વાત છે અમેરિકાના મિનિસોટામાં રહેતી એક મહિલાની. તેણે સોશિયલ મીડિયા ઉપર પોતાનો એક અનુભવ શેયર કર્યો હતો. એ જાણીને કોઈને પણ આશ્ચર્ય થઈ શકે છે. અમેરિકાના મિનિસોટામાં પોતાનું નાનકડું કેફે ચલાવનાર એ મહિલા સાથે એક ચોંકાવનારી ઘટના બને છે, જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્ય પામશો.

એ મહિલાએ એક વ્યક્તિને પોતાને ત્યાં નોકરી ઉપર રાખ્યો હતો, પછી બે અઠવાડિયા પછી એ વ્યક્તિએ કંઈક એવું કર્યું કે, જેથી એ મહિલા આશ્ચર્ય પામી ગઈ હતી. તો મિત્રો, શહેરમાં પોતાનું કેફે ચલાવતી એ મહિલાનું નામ છે સેસિયા અબીગેલ. એમને ત્યાં નાનો એવો સ્ટાફ કામ કરે છે. અને કેફે નાનું હોવાને લીધે તે વધારે પૈસા ઉભા નથી કરી શકતી, એ કારણથી તેણે એક નાનો એવો સ્ટાફ રાખ્યો છે.

થોડા સમય પહેલા એક માણસ એમના કેફે પર આવ્યો, અને પોતે બેઘર છે અને તેની પાસે ખાવાના પણ પૈસા નથી, એમ કહીને સેસિયા પાસે પૈસા માંગવા લાગ્યો. એ માણસનું નામ હતું માર્કસ, અને તેનો ગુનાહિત ઈતિહાસ હતો. આથી તેણે સેસિયાને એ પણ કહ્યું કે, પોતાના ગુનાહિત ઈતિહાસને કારણે તેને કોઈ નોકરી ઉપર નથી રાખતા, આથી તેની પાસે ખાવા અને રહેવાના પૈસા નથી.

સેસિયાએ માર્કસને કહ્યું કે, હું તને પૈસા નથી આપી શકતી કારણ કે તે ખૂબ મહેનતથી મળે છે. પરંતુ સેસિયાએ માનવતા દાખવતા તેને નોકરીની ઓફર આપી. અને તે વ્યકિત પણ ખુશ થઇ ગયો, અને બોલ્યો કે તે ખાવા માટે કાંઈ પણ કરી શકે છે. માર્કસનો ગુનાહિત ઈતિહાસ હોવા છતાં પણ સેસિયાએ તેને નોકરી ઉપર રાખવાનું જોખમ લીધું, અને બે અઠવાડિયા પસાર થયા પછી એણે માર્કસને તેના કામનું મહેનતાણું આપવાનું નક્કી કર્યું.

હવે જ્યારે સેસિયા તેને એના કામનું મહેનતાણું આપ્યું પછી, માર્કસે કંઈક એવું કામ કર્યું જેનાથી તે આશ્ચર્ય પામી ગઈ. ખરેખર જ્યારે સેસિયાએ માર્કેસને પૈસા આપ્યા, તો તેણે તરત જઈને સેસિયાના કેફેમાં તે પૈસા આપીને ખાવાનું ખરીદી લીધું. આ જોઈને સેસિયા ખૂબ જ ભાવુક થઈ ગઈ અને તેને સમજાયું કે, તેમનો નિર્ણય એકદમ બરાબર હતો. અને હવે ગુનાહિત ઈતિહાસ વાળો વ્યક્તિ ફરીથી એ રસ્તો નહિ અપનાવે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.