સુરતની કિશોરી મોડલ બનવા માટે ઘરેથી ભાગી, પણ તેના પ્રેમી અને મિત્રોએ તેની કરી નાખી આવી હાલત

0
469

મિત્રો આપણે ગમે એટલા દાવા કરીએ કે આપણે વિકાસ કરી રહ્યા છે, અને આપણા દેશમાં બધું બરાબર ચાલી છે તેમજ સ્ત્રીઓનો પણ વિકાસ થઈ રહ્યો છે. પણ હકીકત એ છે કે આપણે ત્યાં સ્ત્રીઓ સુરક્ષિત નથી અને એમનું દરેક રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે. આપણા દેશમાં સ્ત્રીઓની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી.

હાલના સમયમાં પણ તમને મહિલાઓ સાથે કરવામાં આવતા અત્યાચાર અથવા તેમની સાથે થતા દુષ્કર્મના સમાચારો મળતા હશે. દેશમાં આવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં એવી જ એક ઘટના સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં બની છે. કહેતા ઘણું દુઃખ થાય છે પણ અહીં એક 12 વર્ષની માસૂમ કિશોરી પર ગેંગરેપ કરવામાં આવ્યો છે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક 12 વર્ષની કિશોરી સાથે ગેંગરેપ થયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, રીક્ષા ચાલક અને તેના બે મિત્રો દ્વારા કિશોરીનો ગેંગરેપ કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, તે કિશોરી મોડલ બનવા માંગતી હતી અને તે પોતાના ઘરેથી ભાગી ગઈ હતી. પરંતુ એ દરમિયાન એક રીક્ષા ચાલકે તેના બે મિત્રો સાથે મળીને તે કિશોર પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ કરનાર આરોપીઓમાંથી એક યુવક તે કિશોરીનો પ્રેમી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સ્ટેશનમાં કિશોરીના પરિવાર દ્વારા દીકરીનો ગેંગરેપ થયો હોવાની ફરિયાદ નોંધાવાતા, પોલીસે કિશોરી અને તેના પરિવારજનોનું નિવેદન લઈને આગળની કાર્યવાહી શરુ કરી હતી. એ પછી પોલીસે એ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. અને તપાસમાં એમને જાણવા મળ્યું કે, આરોપીઓમાંથી એક યુવક તે કિશોરીનો પ્રેમી છે.