સ્માર્ટફોનને લીધે વધી રહ્યું છે એકલતાપણું, જાણો એની પાછળનું મોટું કારણ

0
2342

મિત્રો, દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા બંને હોય છે. જે આપણને ફાયદો પહોંચાડતું હોય તે કોઈ ને કોઈ રીતે ઓછા-વત્તા પ્રમાણમાં નુકશાન પણ પહોંચાડતું હોય છે. એવી જ એક વસ્તુ છે સ્માર્ટફોન. આજના સ્માર્ટ જમાનામાં લોકો દ્વારા સ્માર્ટફોનનો ઉપયોગ ખુબ વધી ગયો છે. અને તે આપણા જીવનનો એક ભાગ બની ગયો છે.

તે ઘણી બધી રીતે આપણી મદદ કરી રહ્યો છે. પણ એ વાત પણ ખોટી નથી કે, સ્માર્ટફોનની સૌથી વધારે વિપરીત પ્રભાવ બાળકો પર પડી રહી છે. શરૂઆતમાં તો તે બાળકો માટે ખાસ રમવાની વસ્તુ બની જાય છે, અને પછી એનો વિપરીત પ્રભાવ શરુ થાય છે.

જણાવી દઈએ કે, હાલમાં સ્માર્ટફોન બાળકો માટે તણાવ અને ચિંતાનો સ્ત્રોત બની રહ્યો છે. સ્માર્ટફોનમાં ઘણા પ્રકારના સોશિયલ મીડિયા એપ્સ આવે છે, અને આ એપ્સ પર આવનારી સતત નોટિફિકેશનથી બાળકોનું ધ્યાન ભંગ થઈ જાય છે, અને ડિપ્રેશન જેવી બિમારીનું કારણ બનતા જાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ફિલીપ કોર્ટમે જે રાઈસ યુનિવર્સિટીના સાઈકોલોજી પ્રોફેસર છે એમણે કહ્યું કે, સ્માર્ટફોન ટેકનોલોજી દુનિયાના બધા માર્કેટોમાં પ્રવેશ કરી રહ્યો છે, અને તે કોલેજોમાં પણ અનિવાર્ય થઈ રહ્યો છે. તેમણે આગળ કહ્યું કે, અમે લોકો એ જાણવા માટે ઉતેજીત હતા કે, જે સ્ટૂડન્ટ્સ હજુ સુધી સ્માર્ટફોનનો ઉપયોગ નથી કરી રહ્યાં તેમના ભણતરમાં સ્માર્ટફોન કેવી રીતે પ્રભાવ પાડે છે. અને એના પર કરવામાં આવેલી રિસર્ચથી જાણવા મળ્યું છે કે, સ્ટૂડન્ટ્સને શરૂઆતમાં લાગ્યું કે મોબાઈલથી તેમના પરફોર્મન્સમાં સુધારો જોવા મળી રહ્યો છે. પણ રિપોર્ટમાં તે બાદ વિપરીત પ્રભાવ પણ જોવા મળ્યો છે. તેમજ એરિક પેપરે આ વિષયમાં કહ્યું કે, સ્માર્ટફોનના ઉપયોગની લતથી મગજમાં ન્યૂરોલોજિકલ કનેક્શન બનાવવાનું શરૂ કરે છે. આ એવું છે જેમ કે Oxycontin લેનારાને દર્દથી રાહત લેવા માટે opioid ની લત લાગી જાય છે.

એટલું જ નહિ સોશિયલ મીડિયા ટેકનોલોજી રિયલ સોશિયલ કનેક્શનમાં પણ નકારાત્મક પ્રભાવ પાડે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે સ્ટૂડન્ટ્સ વધારે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તેમનામાં સૌથી વધારે એકલાપણું, ડિપ્રેશન અને ચિંતાની ફરિયાદ આવતી હોય છે. તો તમે તમારા બાળકો પાસે જરૂરિયાત જણાય એટલો જ સ્માર્ટફોનનો ઉપયોગ કરાવો તો સારું. એનો વધુ પડતો ઉપયોગ નુકશાનકારક સાબિત થઈ શકે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.