કેન્દ્રીય મંત્રીએ કહ્યું, નાસાએ સ્વીકાર્યું, સંસ્કૃતને કારણે જ ભવિષ્યમાં બોલતા અને ચાલતા કમ્પ્યુટર બનશે.

0
1316

આજના આધુનિક સમયમાં અવનવી શોધો કરવામાં આવી રહી છે, જેમાં વિજ્ઞાન દ્વારા દરરોજ નવી નવી શોધો થતી રહે છે, અને સંપૂર્ણ કોમ્પ્યુટર યુગ આવી ગયો છે. અને કોમ્પ્યુટર ઉપર જ તમામ કામગીરી ચાલતી હોય છે. આ કોમ્પુટર પહેલાના સમયમાં ન હોવાથી અનેક પ્રકારના કામ કરવામાં ઘણો સમય મને ખર્ચ અને મહેનતની જરૂર પડતી હતી.

આજના સમયમાં જે કામ ચપટીમાં થાય છે, તેના માટે પહેલાના સમયમાં દિવસોના દિવસો નીકળી જતા હતા. હવે કોમ્પ્યુટરમાં પણ રોજ સુધારા થતા રહે છે, આવો જ એક સુધારો આગામી સમયમાં આવી રહ્યો છે, જેમાં સંસ્કૃતને કારણે જ ભવિષ્યમાં બોલવા વાળા અને ચાલતા કોમ્પ્યુટર બનશે.

રમેશ પોખરિયાલે ઋષિ કણાદને બદલે ચરકને અણુ પરમાણુના શોધક ગણાવ્યા

કેન્દ્રીય મંત્રી નિશંકનો દાવો – શુશ્રુત દુનિયાના પહેલા શલ્યક્રિયા નિષ્ણાંત હતા

મુંબઈ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું છે કે દુનિયાની પ્રાચીન ભાષા સંસ્કૃતને કારણે જ ભવિષ્યમાં બોલવા અને ચાલવા વાળા કોમ્પ્યુટર બનાવવામાં આવી શકે છે. મુંબઈના એક કાર્યક્રમમાં શનિવારે નિશંકે અમેરિકા સ્પેસ એજન્સી નેશનલ એરોનોટીક્સ એંડ સ્પેસ એડમીનીસ્ટ્રેશન (નાસા) ના હવાલાથી આ દાવો કર્યો. તેમના જણાવ્યા મુજબ, નાસા અને ઘણી કંપનીઓ આવતી પેઢીના કોમ્પ્યુટર તૈયાર કરવા માટે સંસ્કૃતની મદદ લઇ રહ્યા છે.

આઈઆઈટી બોમ્બેના ૫૭માં દીક્ષાંત સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા નિશંકે જણાવ્યું, નાસાનું કહેવું છે કે સંસ્કૃત એક વેજ્ઞાનિક ભાષા છે. તેને જેવું બોલીએ છીએ તેવું જ લખવામાં આવે છે. તે દરમિયાન તેમણે ઋષિ ચરકને આયુર્વેદના નિષ્ણાંત અને ઋષિ સુશ્રુતને દુનિયાનું પહેલુ શલ્યક્રિયા નિષ્ણાંત ગણાવ્યા.

નિશંકે ચરકને અણુ પરમાણુના શોધક ગણાવ્યા

આમ તો કેન્દ્રીય મંત્રીએ અણુ અને પરમાણુની શોધનો શ્રેય પણ ઋષિ કણાદને બદલે ચરકને આપવામાં આવ્યો. નિશંકે પૂછ્યું – અણુ અને પરમાણુની શોધ કોણે કરી હતી? પોતે જવાબ પણ આપ્યો – ઋષિ ચરક. તેની ઉપર હાસ્ય કવી કુમાર વિશ્વાસે ટ્વીટર ઉપર પ્રતિક્રિયા આપી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.