અમદાવાદની ઘટના : પત્નીના બોસ સાથે હતા અનૈતિક સંબંધ, ભાંડો ફૂટતા પતિએ કર્યું આ કામ, જાણો વધુ વિગત

0
28779

મિત્રો, પતિ કે પત્નીમાંથી કોઈના પણ અનૈતિક સંબંધોને લીધે બંનેનું જીવન બરબાદ થાય છે. અને તમે ઘણીવાર આવા કિસ્સા વિષે સાંભળ્યું પણ હશે. અમદાવાદમાં પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં એક વ્યક્તિની પત્નીના એના બોસ સાથે અનૈતિક સંબંધો હતા. અને જયારે આ વાત એ વ્યક્તિને ખબર પડી તો તે એને ન ભરવાનું પગલું ભરી લીધું.

મળેલી જાણકારી અનુસાર ગોમતીપુરમાં એક પતિએ પોતાની પત્નીના અનૈતિક સંબંધથી કંટાળીને આપઘાત કર્યો છે. અને આપઘાત કરતા પહેલા એ પતિએ પત્ની અને તેના પ્રેમીની પોલ ખોલતો એક વીડિયો પણ વાયરલ કર્યો છે. વિસ્તારમાં કોઈએ આપઘાત કર્યાની જાણ થતા ગોમતીપુર પોલીસે ઘટના સ્થળે જઈને એના પરિવારના નિવેદન નોંધીને કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

ગોમતીપુરમાં રહેતા નીતિન જાદવે પોતાની પત્ની અને તેના પ્રેમી તેમજ પોતાના સાસુ-સસરાથી કંટાળીને આત્મહત્યા કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અને મરતા પહેલાં નીતિને આ પગલું ભરવા પાછળના કારણ અંગેનો એક વીડિયો પણ ઉતાર્યો હતો, અને પોતાની બહેનને મોકલી આપ્યો હતો. જાણવા મળ્યું છે કે, ગોમતીપુર વિસ્તારમાં આવેલી કોટવાળી ચાલીમાં નીતિનનું ઘર છે. અને એણે મરતા પહેલા બનાવેલા વીડિયોમાં પોતાની પત્ની અને તેના બોસ તેમજ સાસુ-સસરાનો ઉલ્લેખી કર્યો હતો અને ન્યાયની માંગ કરી હતી.

આત્મહત્યા કરવા પહેલા નીતિને બનાવેલા વીડિયોમાં પોતાની પત્ની અને તેના બોસ વચ્ચે અનૈતિક સંબંધો હોવાનો ખુલાસો કર્યો છે. એટલું જ નહિ નીતિને વીડિયોમાં બોસ(સુનિલ) પાસેથી લોન લેવા અને કરાર કર્યો હોવાથી, બોસ અને અન્ય એક વ્યક્તિ એની પત્નીને ખરાબ કામ કરવા ગેસ્ટ હાઉસ લઈ ગયા હોવાની વાત પણ કહી છે. નીતિને તેની જાણ વગર છ મહિના પહેલા કરાર કર્યો હોવાનું કહ્યું છે. નીતિને વીડિયોમાં પાંચ વ્યક્તિઓ પર આરોપ લગાવી સજા આપવાની માંગ કરી છે. ઉપરાંત દીકરાને ‘તેને આપતા નહીં’ એમ પણ કહ્યું છે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર મૃતક નીતિન એક ગારમેન્ટ ફેક્ટરીમાં સિલાઇ કામ કરતો હતો. અને દસ વર્ષ પહેલાં તેના લગ્ન અમરાઇવાડીમાં રહેતી પ્રિતી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન એમને એક છોકરો વિરાટ પણ થયો જે હાલ અભ્યાસ કરે છે. નીતિનની પત્ની પ્રિતી અજીત મીલ ચાર રસ્તા પાસે આવેલ આર્યન ગાર્મેન્ટ નામની ફેક્ટરીમાં નોકરી માટે જતી હતી.

પણ નીતિન અને પ્રિતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા છેલ્લા ત્રણ દિવસથી પ્રિતી પોતાના પિયર જતી રહી હતી. ત્યારબાદ નીતિને 2 ઓગસ્ટની સાંજે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. અને આ પગલું ભરતા પહેલા નીતિને એક વીડિયો બનાવ્યો, જેમાં તેણે પોતાના મૃત્યુ માટે પોતાની પત્ની, સાસુ-સસરા, પત્નીના નોકરી સ્થળના બોસ સુનિલ તથા અન્ય એક વ્યક્તિને જવાબદાર ગણ્યા હતા.

પત્નીથી કંટાળીને આપઘાત કરવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ એવા ઘણા કિસ્સા બની ચુક્યા છે જેમાં પતિએ પત્નીને કારણે આપઘાત કર્યો હોય. એવું કહેવામાં આવે છે કે મહિલા તરફી કાયદાના કારણે અનેક પુરુષો ન્યાય મેળવી શકતા નથી. જેથી તેઓ આ પ્રકારનુ પગલુ ભરે છે. હમણાં તો આ કેસમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.