ઓનલાઈન જીવનસાથી શોધતી યુવતીઓ સાવધાન રહે, અ’વાદમાં એક યુવતીને વારંવાર હોટલમાં લઈ જઈ શરીરસુખ માણ્યું પછી….

0
1676

આજકાલનો જમાનો ઓનલાઇન થઈ ગયો છે. લોકો શક્ય એટલા કામ ઓનલાઇન કરવા લાગ્યા છે. એવામાં હવે તો લગ્ન માટે જીવનસાથી શોધવાનું કામ પણ ઓનલાઇન થવા લાગ્યું છે. લોકો વિવિધ ડેટિંગ એપ્સ તેમજ અલગ અલગ મેટ્રોમોનિયલ સાઈટ દ્વારા પોતાના માટે યોગ્ય યુવક કે યુવતીઓ શોધતા હોય છે.

એવામાં યુવતીઓને જાળમાં ફસાવીને તેમનું શોષણ કરવાના ઘણા બધા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. અને હાલમાં એવો જ એક કિસ્સો અમદાવાદમાંથી પોલીસ સમક્ષ આવ્યો છે. આ બનાવમાં શાદી ડોટ કોમ સાઈટ પરથી એક યુવતીનો એક યુવક સાથે પરિચય થયો હતો. જેમાં થોડા સમય સુધી સારી સારી વાતો કાર્ય પછી યુવકે યુવતીને લગ્નની લાલચ આપી, અને પછી અનેકવાર તેની સાથે શરીરસુખ માણ્યું હતું.

ત્યારબાદ તેનું મન ભરાઈ જતા યુવકે તે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. યુવતીએ આ બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, અમદાવાદના ચાંદખેડામાં રહેતી 30 વર્ષીય યુવતી સાથે આ બનાવ બન્યો છે. આ યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેનો પરિવાર તેના લગ્ન માટે યોગ્ય યુવક શોધી રહ્યા હતા. આ દરમિયાન યુવતીએ પ્રખ્યાત મેટ્રોમોનિયલ સાઈટ શાદી ડોટ કોમ ઉપર પણ પોતાની પ્રોફાઈલ બનાવીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેથી પોતાના માટે જીવનસાથી શોધવામાં સરળતા રહે.

યુવતી મરાઠી જ્ઞાતિની છે અને આ સાઈટ પરથી મરાઠી જ્ઞાતિના જ એક યુવક સાથે તેનો પરિચય થયો હતો. તેના દ્વારા મેસેજ પર થોડી વાતચીત થયા પછી તે બંનેની મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને જણા એક બીજાની નજીક આવ્યા હતા. પછી યુવકે પોતાની યોજના અનુસાર આ યુવતી સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો. યુવતી તેની પ્રેમ જાળમાં ફસાઈ ગઈ હોવાથી તેણીએ તરત તેના પ્રેમનો સ્વીકાર કરી લીધો. પછી યુવકે આગળની ચાલ ચાલવાનું શરૂ કરી દીધું.

યુવતીએ તેના પર વિશ્વાસ રાખ્યો અને તે જેમ કહેતો તેમ કરવા લાગી. યુવકે તેના વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો અને તેને પોતાની જાળમાં ફસાવી. તેણે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી અને પછી એક હોટલમાં લઈ જઈ તેની સાથે શરીરસુખ માણ્યું. એ પછી તે અનેકવાર યુવતીને હોટલમાં લઈ ગયો અને તેની સાથે શરીરસુખ માણ્યું. ધીમે ધીમે યુવકનું મન ભરાવા લાગ્યું અને અંતમાં તેણે યુવતી સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી.

આ બનાવ પછી યુવતીની આંખ ઉઘડી અને ખબર પડી, કે યુવકે માત્ર શરીરસુખ માટે જ તેની સાથે સંબધ રાખ્યો હતો. યુવક દ્વારા દગો મળ્યા પછી તેણીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની આપવીતી જણાવતા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરુ કરી હતી. આ બનાવ અન્ય યુવતીઓની આંખ પર લાગેલો આંધળા પ્રેમનો પડદો હટાવી શકે છે.