જોક્સ : ટીચરે બાળકોને પૂછ્યું, “ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી ભારતની નદીઓ છે તો પાકિસ્તાન…

0
68145

લ્યો આવી ગયા ઈન્ટરનેટ ઉપર નવા જોક્સ. વાંચીને હસી હસીને લોથપોથ ન થઇ જાવ તો કહેજો.

માણસ આખો દિવસ ઓફીસ કે ઘરના કામમાં વ્યસ્ત રહે છે. દિવસભરના વ્યસ્ત શેડ્યુલ પછી જયારે તેને થોડો સમય મળે છે, તો તે એ સમયને પોતાના કુટુંબ સાથે હસતા રમતા પસાર કરવા માંગે છે. પરંતુ પરિવાર સાથે પણ તે ખુશ ત્યારે રહી શકે છે, જયારે તે દિલથી ખુશ હશે. એટલા માટે આજના આ લેખમાં અમે તમારા માટે થોડા મજાના જોક્સને લઈએ આવ્યા છીએ, જે તમારો દિવસ આખાનો થાક ચપટીમાં ઉતારી દેશે. આ જોક્સ વાંચીને તમારું મન ખુશ થઇ જશે, અને તમે તમારા કુટુંબને પણ ખુશ રાખી શકશો. તો આવો શરુ કરીએ હસવા હસાવવાની આ પરંપરા.

જોક્સ : 1

પતિ : એવી ચા બનાવ કે પિતા જ શરીર ઝૂમવા લાગે, અને મન નાચવા લાગે છે.

પત્ની : આપણે ત્યાં ભેંસનું દૂધ આવે છે નાગણનું નહિ. છાના માના જે મળે ઈ પી લેવાનું.

જોક્સ : 2

એક દિવસ મેડમે એક બાળકને પૂછ્યું,

સ્કુલ શું છે?

તો એ બાળક તરફથી ઘણો જ સરસ જવાબ મળ્યો.

સ્કુલ એ સ્થળ છે, જ્યાં અમારા પપ્પાને લુંટવા અને અમને કૂટવામાં આવે છે.

જોક્સ : 3

એક પિતા પોતાના છોકરાને ઘણો મારી રહ્યા હતા.

પાડોશી : કેમ મારી રહ્યા છો આટલો, શું થયું?

છોકરાના પિતા : કાલે સવારે તેની સ્કુલની પરિક્ષાનું રીઝલ્ટ આવવાનું છે.

પાડોશી : પરંતુ આજે કેમ મારી રહ્યા છો?

છોકરાના પિતા : ભાઈ, હું કાલે મારા ગામ જઈ રહ્યો છું.

જોક્સ : 4

પતિ : આજકાલ તું ન તો સિગરેટ પીવાથી અટકાવે છે,

ન તો દારુ પીવાથી અટકાવે છે, કેમ બધી ફરિયાદો બંધ કરી દીધી?

પત્ની : LIC વાળો પરમદિવસે જ બધા ફાયદા બતાવીને ગયો છે.

પતિએ બધા વ્યસન છોડી દીધા.

જોક્સ : 5

મેડમે બાળકોને પૂછ્યું,

મેડમ : ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી ભારતની નદીઓ છે. તો પાકિસ્તાનની નદીઓના નામ જણાવો.

પપ્પુએ હાથ ઉંચો કર્યો.

મેડમ : શાબાશ, જલ્દી જણાવ.

પપ્પુ : રુખસાના, રીઝવાન, ફરઝાના અને હસીના.

મેડમ હજુ સુધી કોમામાં છે.

જોક્સ : 6

ટીચરે બાળકને કહ્યું,

ટીચર : તું કાલે સ્કુલ કેમ આવ્યો ન હતો?

બાળક : કેમ સર, જે બાળકો આવ્યા હતા તેને કોઈ સરકારી નોકરી મળી ગઈ છે.

જોક્સ : 7

શંકાનું સમાધાન તો ત્યારે થઇ ગયું જયારે બાયપાસ કરાવી ચુકેલા એક દર્દીની પત્નીએ સર્જનને માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો.

ડો. સાહેબ કોઈ બીજી તો નથી મળીને તેના દિલમાં?

સર્જન પણ હોંશિયાર નીકળ્યો. એણે કહ્યું, તેનું જ તો બાયપાસ કર્યું છે.

જોક્સ : 8

પપ્પુ (ગોલુને): યાર મને બચાવી લે, મારી પત્ની સવારથી મારી પાછળ ચાકુ લઈને દોડી રહી છે.

ગોલુ : કે એવું તે શું કર્યું?

પપ્મેંપુ : મેં મજાક મજાકમાં એની સામે ગીત ગાયું હતું કે,

દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા…..

જોક્સ : 9

હું તો ફોનને તે દિવસે સ્માર્ટ માનીશ

જ્યારે હું બુમ મારીશ, ફોન ક્યાં છે તું?

અને ફોન જવાબ આપશે

ઓશિકા નીચે ગીત ડાઉનલોડ કરી રહ્યો છું માલિક.

જોક્સ : 10

ઓપરેશન પછી દર્દી બોલ્યો, ડોક્ટર સાહેબ શું હવે હું રોગમુક્ત છું?

સામેથી જવાબ મળ્યો, દીકરા ડોક્ટર સાહેબ તો ધરતી ઉપર જ રહી ગયા.

હું તો ચિત્રગુપ્ત છું.

જોક્સ : 11

મેડમ : જણાવો ઘરબાર કોને કહે છે?

અને એક પતિના જીવનમાં તેના મહત્વનું વર્ણન કરો.

સોનું : મેડમ, ઘરબારનું એક પતિના જીવનમાં ઘણું મહત્વ છે.

ઘરમાં પત્ની દ્વારા આપવામાં આવેલા ત્રાસ અને તણાવમાંથી મુક્ત થવા માટે પતિ ઘરેથી બારમાં જતા રહે છે,

અને બારમાં વધુ ચડી જાય છે, તો બારમાંથી ઘરે આવી જાય છે.

ઘર અને બારના એ ચક્રને ઘરબાર કહે છે.

મેડમ બેભાન.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.