મજેદાર જોક્સ : ટીચર – તમારા પપ્પા શું કરે છે? સંજુ : તે દરરોજ ગાળો ખાય છે…

0
1078

માણસ આખો દિવસ ઓફીસ કે ઘરના કામમાં વ્યસ્ત રહે છે. દિવસભરના વ્યસ્ત શેડ્યુલ પછી જયારે થોડો સમય મળે છે, તો તેને પોતાના કુટુંબ સાથે હસતા રમતા પસાર કરવા માંગે છે. પરંતુ પરિવાર સાથે પણ તે ખુશ ત્યારે રહી શકે છે, જયારે તે દિલથી ખુશ હશે. એટલા માટે આજના આ લેખમાં અમે તમારા માટે થોડા મજાના જોક્સ લઈએ આવ્યા છીએ, જે તમારો દિવસ આખાનો થાક ચપટીમાં ઉતારી દેશે. આ જોક્સ વાંચીને તમારું મન ખુશ થઇ જશે અને તમે તમારા કુટુંબને પણ ખુશ રાખી શકશો. તો આવો શરુ કરીએ હસવા હસાવવાની આ પરંપરા.

જોક્સ : 1

અમેરિકાથી પપ્પુનો એક મિત્ર ભારત ફરવા આવ્યો.

પપ્પુ એને ફરવા લઇ ગયો.

કુતુબ મીનાર પાસે પહોંચીને પપ્પુના મિત્રએ તેને પૂછ્યું,

આ કુતુબ મીનાર કેટલા દિવસમાં બન્યો છે?

પપ્પુ : એક મહિનામાં.

મિત્ર : આ અમારા દેશમાં તો ૨ અઠવાડિયામાં બની જાય છે.

થોડા આગળ ગયા પછી મિત્રએ ફરીથી પપ્પુને પૂછ્યું,

મિત્ર : આ લાલ કિલ્લો કેટલા દિવસમાં બન્યો છે?

પપ્પુ : માત્ર બે અઠવાડિયામાં.

મિત્ર : અમારા દેશમાં તો 3 દિવસમાં જ બની જાય છે.

જયારે તે બંને તાજમહેલ પાસેથી પસાર થયા તો મિત્રએ પપ્પુને ફરીથી પૂછ્યું,

મિત્ર : આ તાજમહેલ કેટલા દિવસોમાં બન્યો છે?

પપ્પુ : હું પોતે આશ્ચર્યચકિત છું કે ક્યારે બન્યો

કાલ સાંજ સુધી તો ન હતો.

જોક્સ : 2

શિક્ષક વર્ગમાં ટીટુને પૂછે છે,

શિક્ષક : જણાવ ‘I LOVE YOU’ નો આવિષ્કાર ક્યા દેશમાં થયો હતો?

ટીટુ : સાહેબ, ચીનમાં થયો હતો.

શિક્ષક : તે કેવી રીતે?

ટીટુ : તેમાં ચાઇનીઝ ગુણ છે, ન કોઈ ગેરંટી ન કોઈ વોરંટી,

ચાલે તો ચાંદ સુધી, ન ચાલે તો સાંજ સુધી.

જોક્સ : 3

પપ્પુની પત્ની એક દુકાનમાં ગઈ.

પપ્પુની પત્ની : 2 BHK ના શું ભાવ છે?

દુકાનદાર : આ રેડીમેઈડ કપડાની દુકાન છે.

પપ્પુની પત્ની : પરંતુ બહાર તો લખ્યું છે “flat 70% off”.

દુકાનદાર કોમામાં છે.

જોક્સ : 4

ચાર વસ્તુ માણસને ક્યારેય ખુશ નથી રાખી શકતી,

કાર, મોબાઈલ, ટીવી અને પત્ની.

કેમ કે હંમેશા તેના લેટેસ્ટ મોડલ બીજા પાસે હોય છે.

જોક્સ : 5

એક છોકરો રોજ કંપનીમાં કામ કરતી છોકરીનો પીછો કરતો રહેતો હતો,

એક દિવસ તક જોઇને તેણે છોકરીને પકડી લીધી.

છોકરી : તું ખોટો તારો સમય બગાડી રહ્યો છે,

મારે પહેલાથી એક બોયફ્રેન્ડ છે.

છોકરાએ છોકરીના કાન પાસે મોઢું લઈ જઈને ધીમેથી કહ્યું,

દીદી તમારી કંપનીમાં વેકેન્સી છે શું?

જોક્સ : 6

એક વખત મુખ્યમંત્રી લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા હતા,

સીએમ : કેટલા બાળકો છે?

વ્યક્તિ : મારે પાંચ છોકરા છે?

સીએમ : શું કરે છે?

વ્યક્તિ : પહેલો એમબીએ, બીજો એમસીએ, ત્રીજો એમએ બી.એડ વિથ ટેટ ક્વોલિફાઈ, ચોથો બી. ટેક થયેલો છે અને પાંચમો ચોર છે.

સીએમ : તો પછી ચોરને ઘરમાંથી કાઢી કેમ નથી મુકતા?

વ્યક્તિ : તે એક જ કમાય છે, બીજા બધા તો બેરોજગાર છે.

જોક્સ : 7

વર્ગમાં શિક્ષક સંજુને પૂછે છે,

શિક્ષક : તારા પપ્પા શું કરે છે?

સંજુ : જી સાહેબ, તે રોજ ગાળો ખાય છે.

શિક્ષક : એટલે?

સંજુ : સાહેબ, તે કસ્ટમર કેયર એક્ઝીકયુટીવ છે.

જોક્સ : 8

એક દિવસ મેડમે એક બાળકને પૂછ્યું,

“સ્કુલ શું છે?”

એમને ઘણો જ સરસ જવાબ મળ્યો.

સ્કુલ એ જગ્યા છે, જે જગ્યાએ અમારા પપ્પાને લૂટ્યા અને હવે અમને કૂટવામાં આવે છે.

જોક્સ : 9

શર્માજીનું ધાબુ લીકેજ થઇ રહ્યું હતું એ પણ બરોબર ટેબલ ઉપર.

પ્લમ્બરે પૂછ્યું : તમને ક્યારે ખબર પડી કે ધાબુ લીકેજ છે?

શર્માજી : કાલે રાત્રે જયારે મારો પેગ 3 કલાક સુધી પૂરો ન થયો ત્યારે.

જોક્સ : 10

એક બેંકમાં ચોરી થઇ.

ચોરે નોટ ભેગી કરી અને જતા જતા એક વ્યક્તિના કાન ઉપર પિસ્તોલ રાખીને પૂછ્યું,

શું તે મને બેંક લૂટતા જોયો છે?

તે વ્યક્તિએ હા પાડી તો તેને ગોળી મારી દીધી. તે ત્યાં જ ઢળી ગયો.

હવે તે ચોર રાજુ તરફ ગયો અને તેને પૂછ્યું, શું તે મને બેંક લૂટતા જોયો છે?

રાજુ બોલ્યો : નહિ જી, મેં તો તમને બેંક લૂટતા નથી જોયા,

પછી બાજુમાં ઉભી રહેલી તેની પત્ની તરફ ઈશારો કરતા કહ્યું : આણે જરૂર તમને જોયા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.