20 વર્ષ પછી પણ 37 હજાર કિલોમીટરનું અંતર કાપીને પોતાના ઘરે પહોંચી માદા કાચબો, લોકો તેના જુસ્સાના કાયલ

0
648

37 હજાર કિમીનું અંતર કાપી 20 વર્ષ પછી માદા કાચબો પહોંચ્યો પોતાના ઘરે, લોકો થયા તેના દીવાના

હકીકતમાં આપણું ઘર તો આપણું જ હોય છે, પોતાના ઘર જેવો આરામ બીજે ક્યાંય નથી હોતો. આ વાત પર માણસ જ નહિ પણ જીવ-જંતુ પણ અમલ કરે છે. હવે 180 કિલોની આ યોશી નામની માદા કાચબાને જ જોઈ લો. પોતાનું ઘર શોધવા માટે યોશીએ 37,000 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું. એટલું જ નહીં આવું કરી યોશી ઇનરનેટ સ્ટાર પણ બની ગઈ છે. આ વાતની જાણકારી IFS અધિકારી પ્રવીણ કાસવાને એક પોસ્ટમાં શેયર કરીને આપી.

તેમણે પોસ્ટમાં લખ્યું,

આ કાચબાનું નામ યોશી છે અને આણે પોતાનું ઘર શોધવા માટે આફ્રિકાથી ઓસ્ટ્રેલિયાનો 37,000 કિલોમીટર અંતરનો પ્રવાસ ખેડ્યો, જેથી તે પોતાની તે જગ્યા શોધી શકે જ્યાં તેણે ઈંડા આપ્યા હતા.

તેમણે આગળ લખ્યું,

ઇજા થવાના કારણે યોશીને 20 વર્ષ માટે બંદી બનાવી લેવામાં આવી હતી. પછી પ્રશિક્ષકોએ તેનો યોગ્ય ઈલાજ કરી તેને સ્વસ્થ્ય કરી દીધી. એક સેટેલાઇટ ટેગ લગાવીને તેને છોડી દેવામાં આવી જેથી તેના પર નજર રાખી શકાય. તે જ્યાં જઈ રહી હતી ત્યાં તે ઘણી વખત જઈ ચુકી છે, કારણ કે તે હતું તેનું ઘર છે.

યોશીનો ઘર પ્રત્યેનો પ્રેમ જોઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી. લોકોએ જણાવ્યું છે કે ‘પ્રકૃતિ અને તેના રહસ્યોને સમજવા ખુબ મુશ્કેલ છે.’ લોકોના ટ્વીટ તમે આ આર્ટિકલમાં વાંચી શકો છો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.