ટીચર સગીર છોકરાઓ સાથે કારની પાછળની સીટ પર કરતી હતી આ ગંદુ કામ, ફોટા પાડતી અને…..

0
314

એક શિક્ષકનું કામ બાળકોને ભણાવવાનું અને એમને સારી વસ્તુઓ શીખવાડવાનું હોય છે. પણ ઘણી વાર અમુક શિક્ષકો પોતાની ફરજ ભૂલી જાય છે. પોતાના ફાયદા માટે તે કોઈ પણ હદ સુધી જઈને બાળકોના જીવન સાથે રમત રમે છે. શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને શર્મસાર કરતો એવો જ એક કિસ્સો ન્યુઝીલેન્ડમાંથી સામે આવ્યો છે.

તમને એના વિષે જાણીને ઘણો ગુસ્સો આવશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અહીં એક મહિલા ટીચર પોતાની કારની પાછળની સીટ પર વિદ્યાર્થીઓ સાથે શારીરિક સંબંધ બનાવતી હતી, અને વિડીયો પણ બનાવતી હતી. જો કે વાત પોલીસ સુધી પહોંચી ગઈ આથી આ ઘટનાનાં ખુલાસા થયા બાદ એ ટીચરને સજા પણ સંભળાવવામાં આવશે.

આ શરમજનક ઘટના ન્યૂઝીલેન્ડની એક સ્કૂલની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, અહીની એક પૂર્વ ટીચરના સ્કૂલના 2 સગીર વિદ્યાર્થીઓ સાથે શારીરિક સંબંધ હતા. આ કેસમાં એ ટીચરને દોષી ઠેરવવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, એ ટીચર 2 વર્ષ પહેલાથી બંને વિદ્યાર્થી સાથે સતત શારીરિક સંબંધ બનાવતી હતી.

ત્યાંની સ્થાનિક મીડિયાના એક રિપોર્ટ પરથી જાણવા મળે છે કે, આ ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે સ્કૂલના 16 વર્ષથી ઓછી ઉંમરનાં છોકરાઓમાંથી એકને વર્ષ 2017 માં મહિલા ટીચરનો એક મેસેજ આવ્યો. ત્યારબાદ બંને જણાએ સ્કૂલની ગતિવિધિઓ વિશે વાત કરવાની શરૂઆત કરી. એ પછી મહિલા ટીચર બંને વિદ્યાર્થીઓને સતત મળવા જવા લાગી. એટલું જ નહિ તેઓ બપોરનાં લંચ પણ સાથે કરવા લાગ્યા.

આ બધું ચાલી રહ્યું હતું એ દરમિયાન એક દિવસ એ ટીચરે એક વિદ્યાર્થીને પાર્કમાં ઉભેલી પોતાની કારમાં બોલાવ્યો. થોડી વાતચીત કરીને તેને વિદ્યાર્થીને જણાવ્યું કે, તે ક્લાસમાં તેને અટેન્ડન્સને ઠીક કરી દેશે. એ પછી કારની પાછળની સીટ પર જ ટીચરે એ વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બનાવ્યા. અને આ રીતે પોતાની કારમાં સગીર વિદ્યાર્થી સાથે સંબંધ બનાવવાની ઘટના ઘણી વાર બની.

એ મહિલા ટીચર પોતાની ગાડીમાં વિદ્યાર્થી સાથે બનાવેલા શારીરિક સંબંધનો વિડીયો પણ બનાવતી હતી. એટલું જ નહીં તે ટીચર સ્નેપચેટ પર પોતાના ફોટા પાડતી અને તે વિદ્યાર્થીઓએ મોકલતી હતી. તેમજ તે વિદ્યાર્થીઓને વિડીયો કૉલ પણ કરતી હતી. એવામાં એ બંને વિદ્યાર્થીઓ કોઈક વાત બીજા વિદ્યાર્થીઓને પણ એ વિડીયો ચેટમાં સામેલ કરતા હતા.

ઘણા સમય સુધી આ બધું ચાલતું રહ્યું, પછી અચાનક વિદ્યાર્થીએ એ ટીચર સાથેનાં પોતાના સંબંધને ખત્મ કરવાનો નિર્ણય લીધો. એ પછી મહિલા ટીચરે છોકરાને પોતાના નગ્ન ફોટા મોકલવાની પણ ના કહી દીધી. કોઈ રીતે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો. તેઓ પણ જાણીને ચકિત રહી ગયા. પછી તેમણે પહેલા તો એ છોકરાની પૂછપરછ કર. ત્યારબાદ મહિલા ટીચરની પણ પૂછપરછ કરીને ઊંડાણ પૂર્વક વિગતો જાણી.

પોલીસ પૂછપરછમાં મહિલા ટીચરે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. એ મહિલા ટીચરે અદાલતમાં સગીર છોકરાઓ સાથે શારીરિક સંબંધ બાંધવાનાં 7 આરોપો, અને સગીર છોકરાઓને પોતાના નગ્ન ફોટા મોકલવાનાં આરોપ પણ સ્વીકાર્ય. પોતાની હવસની ભૂખ સંતોષવામાં તે ટીચર ભૂલી ગઈ કે આગળ જતા એ બાળકોનું શું થશે?