સોનું સંતાડવા વ્યક્તિએ લગાવ્યો ખતરનાક જુગાડ, સુરત એયરપોર્ટ પર કસ્ટમ વિભાગવાળા પણ જોઈને ચોંકી ગયા

0
6127

ઓછા સમયમાં વધારે પૈસા કમાવા માટે લોકો ગેરકાયદેસર કામ કરવાનું શરુ કરે છે. એમાંથી એક કામ સોનાની દાણચોરીનું છે. ઘણા લોકો એવા છે જે વધારે પૈસા કામવાની લાલચમાં આ કામ કરે છે. તેઓ વિદેશથી સસ્તા ભાવે સોનું ખરીદે છે અને પછી તેને સંતાડીને ભારતમાં લઇ આવે છે. પછી તેને મોંઘા ભાવે વેચી દે છે.

તો અમુક મોટા ગુનેગારો સોનું દેશમાં લાવવા માટે અન્ય કોઈ વ્યક્તિ પાસે આ કામ કરાવે છે અને તેના બદલામાં તેમને પૈસાની ચુકવણી કરે છે. આજકાલ સોનાની દાણચોરી કરવાવાળા બનાવોની સંખ્યામાં વધારે થઇ રહ્યો છે. એવામાં હાલમાં જ સુરત એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગની ટીમે એવા જ એક આરોપીને પકડ્યો છે, જે સોનાની તસ્કરીર કરતો હતો.

કસ્ટમ વિભાગે કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી છે. આ વ્યક્તિ શારજહાથી 500 ગ્રામ સોનું બેગમાં સંતાડીને સુરત લાવ્યો હતો. તેની સોનું સંતાડવાની રીત એવી હતી કે, અધિકારીઓ પણ તેને જોઈને ચોંકી ગયા હતા.

સ્થાનિક સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, સુરત એયરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓએ શારજહાથી આવેલા એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તે વ્યક્તિને સોનાની તસ્કરી કરવા માટે બધાથી અલગ રીત અપનાવી હતી. તેણે પોતાને કસ્ટમ વિભાગના અધિકારીઓની નજરથી બચાવવા માટે બેગના કવરમાં વરખના રૂપમાં સોનું સંતાડ્યું હતું.

જોકે તેમ છતાં પણ તે બચી શક્યો નહીં અને કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેને પકડી પાડ્યો. તેમણે આરોપી પાસેથી 20 લાખના રૂપિયાનો મુદ્દામાલ સાથે પકડ્યો છે. પણ એરપોર્ટ પર હાજર કસ્ટમ અધિકારીઓ આ આરોપીની સોનું સંતાડવાની રીત જોઈને ચોંકી ગયા હતા. બાદમાં તેની પૂછપરછ કરતા તેણે પોતાના કામનો ખુલાસો કર્યો હતો.

20 લાખના સોનાની દાણચોરી કરનાર આરોપીનું નામ ગણેશ વાલોદ્રા છે. કસ્ટમ વિભાગે તેને મુદ્દામાલ સાથે સુરત એયરપોર્ટ પણ પકડ્યો હતો. તેણે પોતાની સુટકેસના કવરમાં વરખના રૂપમાં સોનું સંતાડી રાખ્યું હતું. તેને એવું હતું કે બચીને નીકળી જશે પણ તેવું થયું અને તે 500 ગ્રામ જેટલા સોના સાથે પકડાઈ ગયો.