કોરોનાને કારણે થયેલું પહેલું મૃત્યુ સ્વ.દિનેશભાઇ ડાહ્યાભાઈ મહેતા.

0
9947

કોરોનાને કારણે થયેલું પહેલું મૃત્યુ સ્વ.દિનેશભાઇ ડાહ્યાભાઈ મહેતા. (હિરા વેપારી)

જેમની ટ્રાવેલ હિસ્ટ્રી દિલ્હી – જયપુર રહી છે.

મિત્રો આ દિનેશભાઇ ગત 13 તારિખે શનિવારે દિલ્હી હતા. (હોટેલમાં રોકાયેલા)

કરા સાથે વરસાદ પડેલો 13 તારીખે જેમા તેઓ પલળેલા અને શરદી-તાવ સાથે તેઓ 14 તારીખે જયપુર જવા રવાના થઇ ગયા હતા.

જયપુર ખાતે તેઓ બે-ત્રણ દિવસ રહેલા અને તબિયત વધુ ખરાબ થતા સુરત જતા રહેલા જયાં તેઓ કોરોના પોઝિટિવ સાથે ગઇ કાલે અવસાન પામેલા છે.

હવે અફવાઓ અને તર્ક વિતર્ક તો અનેક રહેવાના પણ વાસ્તવિકતા એ છે કે, તેઓ દિલ્હીમાં જે બે ગુજરાતી હિરા વેપારીના સંપર્કમાં આવેલા અને જેટલા દિલ્હીના તેમના વેપારીઓ સાથેનો સંપર્ક થયેલો તે તમામ લોકોનો મેડિકલ રિપોર્ટમાં કોરોનાના કોઇ લક્ષણો આજ દિવસ સુધી આવેલા નથી.

જયપુર જે લોકો તેમના સંપર્કમાં આવેલા હોય તેમની મને જાણ નથી.

પરંતુ સાવચેતી ના પગલા રુપે જયપુર અને દિલ્હીથી જેટલા પણ ગુજરાતનાં હિરા વેપાર સાથે જોડાયેલા લોકો પરત ગુજરાતમાં પોતાના વતન જતા રહેલા છે, તે લોકો પોતાની જાળવણી કાળજી સાથે 10 દિવસ લેવી.

સરકારના દિશા નિર્દેશનું કડક પાલન કરે.

ફોટો એટલા માટે પોસ્ટ કરું છું કે કદાચ કોઇ ઓળખતા ન પણ હોય અને કોઇ જગ્યાએ ભેગા થઇ ગયા હોય તો ખબર પડે.

ૐ શાંતિ.

-અસ્વીન સંકળસરિયા.