સોશિયલ મીડિયા પણ અજાણી છોકરી દીદી કહીને વાત કરે તો ચેતી જજો, તાપીની 3 યુવતીઓની આવી ખરાબ હાલત થઈ છે

0
1181

જમાનાની સાથે બદલાવું જરૂરી છે. અને આજની યુવા પેઢી તે વાતને સારી રીતે સમજે છે. એ કારણે તમને યુવા પેઢી ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતી જોવા મળશે. પણ જેવું કે તમે બધા જાણો છો તેમ દરેક વસ્તુની સારી અને ખરાબ બે બાજુઓ હોય છે. એટલે કે ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા આપણને મદદ તો કરે જ છે, પણ જો આપણે તેને લઈને સાવચેત નહિ રહીએ તો તે નુકશાન પણ પહોંચાડે છે.

અને યુવા પેઢી યુવાનીના જોશમાં કેટલીક ભૂલો કરી બેસે છે, જેના લીધે તેમણે પાછળથી પસ્તાવું પડે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો મોટાભાગે ફાયદાકારક હોય છે. પણ તેમાં સાવચેત રહેવું પણ જરૂરી અને ખાસ કરીને છોકરીઓએ તો વધારે સાવચેત રહેવાની જરૂર છે. નહિ તો એક નાનકડી ભૂલ પણ મોટું નુકશાન પહોંચાડે છે.

હાલમાં જ તાપી જિલ્લામાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવકે 3 યુવતીઓનું સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી તેમને બદનામ કરી છે. તે યુવકે સોશિયલ મીડિયા પર અન્ય ફેક એકાઉન્ટ દ્વારા યુવતીઓનો સંપર્ક કર્યો. પછી તેમની સાથે મિત્રતા કેળવ્યા બાદ તેમના એડિટ કરેલા બીભત્સ ફોટા તેમના ફેક આઈડી પર અપલોડ કરી તેમને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો.

જેમાં યુવતી દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે, તાપી જિલ્લાની ટેકનીકલ સર્વેલન્સ ટીમ તેમજ એલસીબી પોલીસ સ્ટાફે કાર્યવાહી કરીને સુરતના અમરોલી ખાતે રહેતા આરોપી યુવાનની ધરપકડ કરી લીધી છે. યુવતીઓએ ન્યુઝ એજન્સી સંદેશ સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી, અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, તાપી જિલ્લાના વ્યારામાં રહેતી 3 યુવતીઓનું કોઈ અજાણ્યા વ્યક્તિએ સોશિયલ મીડિયા ઉપર ફેક આઇડી બનાવ્યું હતું. એટલું જ નહિ તેણે તે યુવતીઓને બદનામ કરવાના ઈરાદે તેમના ફેક આઇડી ઉપર એડિટ કરેલા બીભત્સ ફોટા પણ અપલોડ કરી દીધા હતા. તેનાથી પરેશાન યુવતીએ 19 ફેબ્રુઆરીના રોજ આ અંગે વ્યારા પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ 66(b)69 હેઠળ અજાણ્યા વ્યકતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનામાં પકડાયેલ આરોપીની ઓળખ જગદીશભાઈ પ્રકાશ ભાઈ મકવાણા તરીકે થઇ છે. તેની ઉમર 21 વર્ષ છે અને તે મૂળ બોટાદના ખામળા ગામનો રહેવાસી છે. પણ હાલમાં તે સુરતમાં અમરોલી ખાતે રીલાયન્સ નગર હાઉસિંગ કોલોનીમાં રહે છે. આ વિકૃત યુવકે ઈન્સ્ટ્રાગ્રામ પર યુવતીઓના ફેક આઇડી બનાવી ફોટા અપલોડ કર્યા હતા. પછી તેમની સાથે દોસ્તી કરીને તેમને દીદી કહીને તેમની સાથે વાત કરતો હતો.

અને બીજી તરફ બીજી ફેક આઈડી પર તેમના બીભત્સ ફોટા અપલોડ કરી તેને દૂર કરવા હોય, તો યુવતી પાસે કોલ કરી બિભત્સ ફોટા બતાવવાની માંગણી કરતો હતો. મળતી જાણકારી અનુસાર આ અગાઉ પણ આ યુવક વિરુદ્ધ બોટાદ તેમજ સુરતના એક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચુક્યા છે. અને તેના દ્વારા વારંવાર એક જ ગુનો આચરવામાં આવતા પોલીસ આરોપીની ઊંડી તપાસ કરી રહી છે.