આ અમદાવાદી સિંગરે અનુમલિક પર લગાવ્યો હતો યૌન શોષણનો આરોપ, પછી થઈ ગઈ ગુમનામ

0
611

આજે આપણે વાત કરીશું ગુજરાતના અમદાવાદમાં જન્મેલી અને મુંબઈ જઈને બોલીવુડ ફિલ્મોમાં પોતાનો મધુર કંઠ આપનાર સિંગર અલિશા ચિનૉયની છે. 18 માર્ચ 1965 ના રોજ જન્મેલી આ સિંગર હવે 55 વર્ષની થઈ ગઈ છે. ખબર ન હોય તો જણાવી દઈએ કે, અલીશા 90 ના દશકની પ્રખ્યાત બોલીવુડ સિંગર છે.

હજી પણ ઓળખાણ ન પડી હોય તો જણાવી દઈએ કે, બંટી ઓર બબલી ફિલ્મનું આઇટમ નંબર ‘કજરારે’ આલીશા ચિનૉયે ગાયું હતું. તે દિવસોમાં તેમનું ગીત મેડ ઇમ ઇન્ડિયા લોકોનું ફેવરિટ હતું. ભારતના પ્રખ્યાત સંગીતકાર બપ્પી લહેરીએ અલીશાને ફિલ્મોમાં ગીત ગાવાની તક આપી હતી. બંને જણાએ એક સાથે ઇન્ડસ્ટ્રીને ઘણા હિટ ગીતો આપ્યા છે. અલીશાએ 90 ના દશકની ઘણી મોટી અભિનેત્રીઓને પોતાનો અવાજ આપ્યો છે. જેમાં કરિશ્મા કપૂર, દિવ્યા ભારતી, માધુરી દીક્ષિત, જુહી ચાવલા અને શ્રીદેવી વગેરે અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

મિત્રો, 1995 માં અલીશાએ બોલીવુડના પ્રખ્યાત સંગીતકાર અનુ મલિક પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. તેમણે અનુ મલિક પર કેસ પણ નોંધાવ્યો હતો, અને 26.60 લાખ વળતર પણ માંગ્યું હતું. આ ઘટનાને લઈને તે ખુબ ચર્ચામાં આવી હતી. પણ, અનુ મલિકે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી દીધા હતા. તે પછી તેમણે અલીશા પર બે કરોડનો માનહાનિનો કેસ કરી દીધો હતો.

જોકે તેના થોડાક વર્ષો પછી આ મામલો અંદરો અંદર જ સમજૂતી દ્રારા સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. અને તેના 6 વર્ષ પછી અલીશાએ અનુ મલિક સાથે ફિલ્મ ઇશ્ક વિશ્ક માટે ગીત ગાયું હતું. એટલું જ નહિ બંને જણાએ સાથે મળીને ઇન્ડિયન આઇડલની એક સીઝન પણ જજ કરી હતી. જો કે હવે તે કોઈ ફિલ્મો માટે ગીત ગાતી નથી.

1986 માં તેમણે પોતાના મેનેજર રાજેશ ઝવેરી સાથે લગ્ન કર્યા હતા. પણ પછી 1994 માં બંને જણા અલગ થઈ ગયા હતા. એ પછી અલીશાએ બીજા લગ્ન નથી કર્યા. તેમનું કહેવું છે કે, તે આ એકલતાથી ખુશ છે અને તે પોતાની મરજીની માલિક છે. જોકે હવે તે ગુમનામ બની ગઈ છે.